મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સેમિનાર યોજાયો

- text


મોરબી સિરામીક એસો. તરફથી વિશ્વ MSME ડે ની ઉજવણી નિમિત્તે ગઈ કાલે બુધવારે મોરબી સીરામીક એસોસિયેશનના મિટિંગ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ડી. બી. પરમાર અને MSME DIRECTORATE અમદાવાદ તરફથી બી. જી. સુધાકરા ડીરેકટર, પી. બી. પરમાર આસી. ડીરેકટર, એસો.ના પ્રમુખ કે. જી. કુંડારીયા, નિલેશ જેતપરીયા , કીરીટ પટેલ સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. જેવી

- text

કે માકેઁટીંગ સહાય, ટેકનીકલ અપગ્રેડસન સહાય, પ્રદશઁન સહાય, વિદેશમાં પ્રદશઁન મુલાકાત સહાય વિગેરે માહિતી ઉપરાંત ZED and LEAN વિષે પણ માહિતી આપવામા આવી હતી. ZED એટલા zero defect zero effect. માલની કોઈ ખામી વગર બનાવવો અને પયાઁવરણ ઉપર ઝીરો ઈફેકટથી બનાવવો. આ એક ગુણવતા માનક ગણવામાં આવે છે.
LEAN એ જાપાનીઓ પધ્ધતિ છે. જેનો ઉપયોગ ઉત્પાદન પ્રક્રિયાને મહત્મ રીતે સુધારવાની પધ્ધતિ છે. જેમાં રીજેકશનને ઘટાડવું , મશીનરી અને મેન પાવરનો મહતમ ઉપયોગ કરવો, થોડા સમયમાં વધુ ઉત્પાદન કરવું વિગેરે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.

 

- text