હળવદમાં પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાયા

- text


પાણી કાઢવા માટે નવા બનાવેલા ડામરના રોડ તોડવા પડ્યા

હળવદમાં ગઈ કાલે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે દોઢ બે ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં પ્રથમ વરસાદે જ નીચાણ વાર વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેથી પાણીનો નિકાલ કરવા કેટલીક જગ્યાએ નવા બનેલા ડામરના રોડ તોડવા પડ્યા હતા. તંત્રના અણ આવડતને કારણે તાજેતરમાં મેઈન બજારમાં નવા બનાવેલા ડામરના રોડ પાણીના નિકાલ માટે તોડવો પડ્યો હતો. તેમજ અન્ય વિસ્તારો જેવાકે બેકરી પાસે, શક્તિ ટોકીઝ, સરા નાકે વગેરે આજુ બાજુના વિસ્તારમાં પાણી ભરતા વાહનચાલકો અને રાહેદારીઓને ભારે મુકેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોસમના પ્રથમ વરસાદે જ તંત્રના પ્રિમોન્સુન પ્લાનનો ફિયાસ્કો થયો હતો.

- text