હળવદ : અનામતમાં અન્યાયના મુદ્દે સવર્ણ જ્ઞાતિને થતો અન્યાય દૂર કરવા આવેદન

- text


નિરાધાર વિધવા સહાય (વિધવા પેન્શન)વધારીને રૂ.૫૦૦૦ માસિક કરવાની માંગ

- text

હળવદમાં નિરાધાર વિધવા સહાય (વિધવા પેન્શન)વધારીને રૂ.૫૦૦૦ માસિક કરવા અને સવર્ણ જ્ઞાતિને થતો અન્યાય દૂર કરવા ક્ષત્રિય સમાજે સહી ઝૂબેશ ચલાવી હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. જેમાં સરકારની હાલની “મારું મારા બાપનું અને તારું મારું સહિયારું” નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. આવેદન પત્રમાં અનામતનીતિના અર્થઘટન પ્રમાણે મિનિમમ ગેરેટી હોવી જોઈએ અને નિરાધાર વિધવા સહાય જે હજારની જગ્યાએ ૫૦૦૦ કરવા અને અન્ય સેવકોના માનદ વેતનમાં વેતનમાં વધારો કરવો જણાવવામાં આવ્યું છે.તેમજ ખાસ કરીને બેન્કોમાં અને અન્ય સંસ્થાઓમાં ફિક્સ ડીપોઝીટના વ્યાજમાં ધરખમ ધટાડો આવવાથી વૃધ્ધો તથા વિધવા મહિલાઓ જેવા લોકોની જીવદોરી જ જાણે તૂટી ગઈ છે તેવા સંજોગોમાં આ વધારો અત્યંત જરૂરી છે. સરકારની અનામત નીતિમાં બિન અનામતના બાળકો સાથે હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.આ મુદે ક્ષત્રિય સમાજ હવે આ સરકારની બેવડી નીતિના વિરોધમાં ઊભું થયું છે.

 

- text