વાંકાનેરમાં સામે સામે ટ્રક અથડાતા એકને ઈજા

- text


વાંકાનેરમાં કાલે સાંજે રાતીદેવડી રોડ પાસે સામે સામે ટ્રક અથડાતા એકને ઈજા થતા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી છે કે ફરિયાદી હિતેશભાઈ અણમરભાઈ રાજગોર રહે. પોરબંદર ગડીયા પ્લોટ, કાલે સાંજે પોતાના ટ્રક ડમ્પર લઈને જતા હતા તે દરમિયાન રાતીદેવડી રોડ પાસે અજાણ્યો ટ્રક નં. GJ ૧૦ TV ૮૦૬૬ના ચાલકે ટ્રક અથડાતા હિતેશભાઈને ઈજા થતા વાંકાનેર હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયા હતા. તેથી આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text