મોરબી : શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પાનેલી શાળાના 600 બાળકોને સલામતી અંગે તાલીમ અપાઈ

- text


મોરબી જીલ્લામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તા. ૨૭ થી ૩૦ જુન દરમિયાન મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવશે જેમાં જે તે શાળામાં આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તે ઉપરાંત તા. ૨૭ થી ૧ જુલાઈ સુધી ૧૦૮ ડેમો અને પ્રાથમિક સારવાર માટેના કાર્યક્રમો યોજાશે જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકાની શાળામાં ૧૦૮ ની ટીમ જઈને શાળાના બાળકોને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરશે. મોરબી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા તા. ૨૮ થી ૧ જુલાઈ સુધી ફાયર એન્ડ સેફટી ડેમો અને મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં ફાયરની ટીમની કામગીરી અને તૈયારીઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. જયારે તા. ૧ જુલાઈના રોજ મોરબીની શાળામાં લેકચર અને લાઈવ ડેમોનસટ્રેશન યોજવામાં આવશે. આમ મોરબી જીલ્લામાં પાંચ દિવસ સુધી શાળા સલામતી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં આરોગ્ય ઉપરાંત સેફટીની સમજ પણ શાળાના બાળકોને આપવામાં આવશે.આ અંતર્ગત આજે મોરબીની પાનેલી પ્રાથમિક શાળા ખાતે સલામતી પ્રદશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાલબાગ 108ની ટિમના સભ્ય શિલ્પા ઠાકોર, અજય ડાભી અને નિલેશભાઈ દ્વારા પાનેલી પ્રાથમિક શાળાના અંદાજે 600 જેટલા બાળકોને કુદરતી આફત થતા પ્રાથમિક સલામતી બાબતે ડેમો બતાવી જરૂરી જ્ઞાન આપ્યું હતું.

 

- text