મોરબી : લેક્ષસ સિરામિક ગ્રુપ આઈપીઓ લાવી રહી છે : 29મીએ ઈન્વેસ્ટર મીટનું આયોજન

- text


મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ગૌરવની વાત : લેક્ષસ કંપની શેરબજારમાં લિસ્ટિંગ થશે

મોરબી : હાલમાં જ રાઈસિંગ સ્ટાર એટ પાવર બ્રાંડનો ગ્લોબલ એવોર્ડ લંડન ખાતે મેળવેલા લેક્ષસ સિરામિક ગ્રુપ મોરબી દ્વારા આઈપીઓ લાવામાં આવી રહ્યો છે. આગામી 10 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન લેક્ષસ ગ્રુપના આવી રહેલા આઇપીઓ માટે કંપની દ્વારા મોરબીમાં ઈન્વેસ્ટર મીટનું તા. ૨૯ જુન ગુરુવારનાં રોજ સાંજે ૭ વાગ્યે સ્કાય મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ દ્વારા આઈપીઓ ઈન્વેસ્ટર મીટમાં કંપનીનાં આઈપીઓ જાહેર કરવામાં આવશે.
લેક્ષસ સિરામિક ગ્રુપ સિરામિક પ્રોડક્ટનાં મેન્યુફેક્ચરીંગ, ટ્રેડીંગ અને માર્કેટિંગમાં ખ્યાતનામ અને પ્રતિષ્ઠત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ૨૦થી વધુ દેશોમાં લેક્ષસ સિરામિક પ્રોડક્ટનું એક્ષપોર્ટ કરવામાં આવે છે. ત્યારે લેક્ષસ સિરામિક ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવતા આઈપીઓમાં ઈન્વેસ્ટર રસ દાખવી મોરબીનાં સિરામિક માર્કેટમાં રોકાણ કરશે એ નક્કી છે. લેક્ષસ સિરામિક ગ્રુપની કોર મેનેજમેન્ટ ટીમનાં સભ્ય બાબુલાલ દેત્રોજા, અનિલકુમાર દેત્રોજા, હિતેશભાઈ દેત્રોજા અને નીલેશભાઈ દેત્રોજાએ આઈપીઓ ઈન્વેસ્ટર મીટ અત્યંત સફળ જશે અને રોકાણકારો મોરબીમાં ઈનવેસ્ટમેન્ટ કરશે તેવી આશા પ્રગટ કરી છે. અત્રે નોંધનીય છે કે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ હાલ ભારતનું 90 ટકા ઉત્પાદન કરે છે તેમજ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. સીરામીક સેક્ટરમાં અનેક ઉજળી તકો છે. ત્યારે 10 વર્ષ પેહલા મોરબીની એક સીરામીક કંપની બાદ પ્રથમ વખત મોરબીના અગ્રણી સીરામીક ગ્રુપ લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ દ્વારા શેરબજારમાં લિસ્ટિંગ થઇ રહી છે. જે મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ગૌરવની વાત છે. ત્યારે લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડના યુવા ડાયરેક્ટર હિતેષભાઇ દેત્રોજા મોરબી અપડેટ સાથેની ખાસ વાત ચીતમાં જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં વિકાસની ઉજળી તકો છે. મોરબીનો સીરામીક ઉદ્યોગ વિશ્વમાં તેની ગુણવતા અને સર્વિસ માટે આગવી ઓળખ ધરાવે છે. હજુ મોરબી માટે સીરામીક ક્ષેત્રે અકલ્પ્ય તકો આવનારી છે. આ સમયે અમારી કંપની દ્વારા આઇપીઓ લાવી રહ્યા છે. આ આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લાટફોર્મ પર આગામી 10 જુલાઈથી 15 જુલાઈ સુધી ખુલશે. હાલ કંપનીના 23 ટકા જેટલા જ શેરનું વેચાણ કરવામાં આવશે.

- text

- text