હળવદ ક્રાઈમ અપડેટ (26-06-17)

- text


હળવદ : ઠગાઈ

વૃન્દાવનનગર રાણેકપર રોડ હળવદ રમણીકભાઈ અમરશીભાઈ નારીયાણી પટેલ ઉ.વ.૫૫ને (૧) દેવકરણ કરણાભાઈ હમીરપરા (૨) રાજુભાઈ રાજકોટવાળા (૩) અરવિંદભાઈ કીશોરભાઈ ગુજરાતી (૪) જીતેન્દ્ર સાથે આવતો હતો તે જેનુ પુરૂ નામ સરનામુ ખબર નથી (૫) ઈકો ગાડી નંબર GJ-03-JL-1642નો ડ્રાઈવર મુલાકાત કરાવી દઈ ફરીયાદીની ખેતીની જમીન ઉપર રૂ.૪,૦૦,૦૦૦/- વ્યાજેનુ જણાવી જમીનનુ બાનાખત વિશ્વાસમાં લઈ એક પણ પૈસો આપ્યા વગર બાનાખત રજીસ્ટર કરાવી સબબ બાનાખત ફી તથા સાહેદોનુ ધ્યાન ભંગ કરી અસલ બાનાખત લઈ જઈ ફરીયાદી સાથે વિશ્વાસ ધાત કરી ગુન્હો કર્યા બાબતે આઈ/સી પી.આઈ એ.બી.જાડેજા હળવદ પો.સ્ટે.એ ઠગાઈની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

હળવદ : અકસ્માત
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર સુખપર ગામના વળાકમાં પાસે હરેશભાઈ ગોવિંદભાઈ ભાસણીયા રહે.સુરેન્દ્રનગરને ટ્રક નંબર GJ-12-AZ-5314 નો ચાલક પોતાના હવાલાવાળી ટ્રક ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી સેન્ટ્રો કાર નં.GJ-03-FK-7824ની પાછળના ભાગે ભટકાડી ગોવિંદભાઈ રાણાભાઈને ઈજાઓ કરી તેમજ કારમાં નુકશાન કરી નાસી જતા ગુન્હો કર્યા બાબતે વી.આર.વઘેરા પો.હેડ કોન્સ. હળવદ પો.સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ : ટ્રાફિક નિયમભંગ
ભારત પેટ્રોલપંપ સામે રોડ ઉપર હળવદ બાયપાસ રોડ પાસે નજીરભાઈ મહેબુબભાઈ જાતે ફકીર ઉ.વ.૨૦એ પોતાના હવાલાવાળુ બોલેરો પીકસ વાહન નં. GJ-17-Y-1816 રોંગ સાઈડ રોડ ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે ચલાવી નિકળતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે એમ.આર. ડાંગર પો.હેડ કોન્સ. હળવદ પો.સ્ટે. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text