મોરબી : પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપ યોજાયો

મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘનાં સહયોગથી પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના તજજ્ઞ શિક્ષકો ચંદનભાઈ રાઠોડ, દેવરાજભાઈ પરમાર, નિકુંજભાઈ સવાણી, કલ્પેશભાઈ ચોટલીયા તેમજ મોરબીના શિક્ષક મનન બુધ્ધદેવ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં વિનામુલ્યે શિક્ષકોને ટેક્નોલોજીનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તેમજ બ્લોગ, યુ ટ્યુબ, એન્ડ્રોઇડ એપ્લિકેશન, ક્વિઝ ક્રિએટ, વીડીયો મેકીંગ વગેરે વિષયોનો પરિચય આપી શીખવવામાં આવ્યા હતાં. શ્રી રવાપર તાલુકા શાળા ખાતે ડિજીટલ સ્માર્ટ ક્લાસનો ડેમો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૪૦ શિક્ષકોએ રવિવારની રજામાં પણ સ્વખર્ચે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જી.પી.એસ.સી. પાસ કરી વી.સી.હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક પામેલા શ્રી ભરતભાઇ વિડજાનું નાયબ જિલ્લા પ્રા.શિ.અધિકારી સી.સી.કાવરનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.