મોરબી : શ્રી સભારાવાડી અને બુટાવાડી પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શ્રી સભારાવાડી પ્રા.શાળા અને બુટાવાડી પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૨૩જુનનાં રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી નરસંગભાઇ છૈયા સાહેબનાં હસ્તે ધોરણ ૧ના કુલ ૧૭ બાળકોને સન્માન સાથે પ્રવેશ આપવામાં આવ્યો. સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી સંદિપભાઈ આહુજાએ પણ બાળકો અને વાલીઓને પ્રોત્સાહન મળે તેવી વાત પોતાના વક્તવ્યમાં રજુ કરી હતી. ઉપરાંત દાતાશ્રીઓ, વિશિષ્ટ વિદ્યાર્થીઓ, ધો.૧૦ અને ૧૨મા આ શાળામાં અભ્યાસ કરેલ સારા માર્ક્સ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ બાળમેળા અને જીવન કૌશલ્યની સરસ પ્રવૃત્તિઓ પણ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં વિશાળ સમૂહમાં વાલીગણ હાજર રહ્યા હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્યશ્રી લાલજીભાઈ અને તમામ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.