મોરબીના કેતન જોશી સહિત 22 ડેપ્યુટી કલેકટરને અધિક કલેકટર તરીકે પ્રમોશન

- text


કેતન જોશીને ગાંધીનગર GIDCમાં વિભાગમાં અધિક કલેકટર તરીકે મુકાયા

મોરબી : રાજય સરકાર દ્વારા રાજ્યના કુલ 22 ડેપ્યુટી કલેકટરોને અધિક કલેકટર તરીકે પ્રમોશન આપ્યા છે.જેમાં મોરબીના ડેપ્યુટી કલેકટર કેતન જોશીનો પણ સમાવેશ થાય છે.
અધિક કલેકટર તરીકે પ્રમોશન મેળવનાર મોરબીના ડે. કલેકટર કેતન જોશીનો મોરબી સાથે અનેરો નાતો છે. લોક પ્રશ્નોને કાયદાની મર્યાદામાં ઝડપથી ઉકેલ લાવવાની આગવી કોઠાસૂઝ ધરાવતા અને લોકપ્રિય અધિકારીની છાપ ધરાવતા કેતન જોશી અગાવ મોરબીમાં ટીડીઓ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.અને હાલ મોરબીમાં ડે.કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા. મોરબી ટીડીઓમાંથી બઢતી થયા બાદ મોરબી ડે. કલેકટરમાંથી અધિક કલેકટર તરીકે બઢતી પામ્યા છે. કેતન જોશીને અધિક કલેકટર તરીકે બઢતી આપીને તેમને ગાંધીનગર ખાતે GIDCમાં નિમણૂક આપવા આવી છે. ત્યારે મોરબી અપડેટ તરફથી કેતન જોશી સાહેબને પ્રમોશન બદલ શુભેચ્છાઓ…

- text

- text