મોરબીના આગેવાનો પાસેથી આગામી વિધાનસભાના ચૂંટણી ઢંઢેરા માટે સૂચનો લેતું ભાજપ

- text


પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભાજપના સંકલ્પપત્ર માટે વિવિધ ક્ષેત્રના આગ્રણીઓ સાથે ચર્ચા કરી સૂચનો લેવાયા

મોરબી : ડિસેમ્બર 2017માં આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાટે ભાજપે કવાયત હાથ ધરી છે. જેના અંતર્ગત આજે મોરબીના આગેવાનો પાસેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાટે ભાજપના ચૂંટણી ઢંઢેરા માટે સૂચનો લેવામાં આવ્યા હતા.
મોરબીના હરભોલે હોલ ખાતે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના ભાજપ આગેવાનોએ મોરબીના વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે મિટિંગ કરી હતી. જેમાં સિરામિક, મીઠા, ઘડિયાળ, શિક્ષણ, સામાજિક અને મીડિયા જગત સાથે સંકળાયેલા લોકો અને આગેવાનો તેમજ મોરબીના ઉદ્યોગપતિઓ અને અગ્રણી વેપારીઓની સાથે ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીમાટે ભાજપના ચૂંટણી મેનીફેસ્ટૉ (સંકલપત્ર) માટે સૂચનો લીધા હતા. જેમાં મોરબીના ઉધોગ જગત અને શહેરની માળખાગત સુવિધા વધારવા માટે તેમજ મોરબીના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સૂચનો કરવામાં આવ્યા હતા. આ મિટિંગમાં મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ કે.જી.કુંડરિયા, મીઠા ઉદ્યોગના આગેવાન દિલુભા જાડેજા સહિતના વિવિધ આગેવાનો હાજર રહી સૂચનો આપ્યા હતા. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લાંબા સમયથી ભાજપ સરકારનું શાસન છે તેમ છતાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યગો અને મોરબી શહેરના અને સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી આવતા ફરીથી મોરબીના પ્રશ્નો યાદ આવી રહ્યા છે અને આ બાબતે આગેવાનો પાસે થી સુચનો લેવામાં આવી રહ્યા છે.તે સચુનો હરહમેશની જેમ માત્ર ચૂંટણી ઢંઢેરા પૂરતા વચનો બનીને રહેશે કે તેનો ખરેખર અમલ થશે તે સૌથી મોટો સવાલ છે.

- text