સાવધાન : વાંકાનેરમાં સરકારી સહાયનાં નામે ગરીબ પરિવારોને લૂંટતી મહિલા ગેંગથી ચેતજો

- text


બેથી ત્રણ મહિલાઓ પછાત વિસ્તારમાં ફરી સરકારી સહાયને નામે ઉઘરાવે છે દસ્તાવેજો અને ખાનગી માહિતી : સરકારી સ્કીમ હેઠળ ૧૦થી ૨૦ હજાર રૂ ખાતામાં જમા થશે તેવી માહિતી જુઠ્ઠી

વાંકાનેરમાં સ્લમ અને આર્થિક પછાત વર્ગનાં વિસ્તારો વધુ પ્રમાણમાં છે. જ્યાં જુદીજુદી બેથી ત્રણ મહિલા દ્વારા મહિલા માટે નિશુલ્ક રૂ. ૧૦૦૦૦ની સહાય મળતી હોવાની સ્કીમ જણાવી મહિલા પાસેથી આવકનાં દાખલા, આધાર કાર્ડ અને અન્ય જરૂરી અગત્યનાં દસ્તાવેજ એકઠા કરવાની છુપી કામગીરી ચાલી રહી હોવાની બાબત પ્રકાશમાં આવી છે. જેથી સંબંધિત તંત્ર સચેત થઈ ખાનગી તપાસ શરુ કરી છે.
હાલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાંકાનેર શહેરનાં મિલ પ્લોટ, વીશીપુરા, શક્તિપરા તેમજ એકતા સોસાયટી જેવા વિસ્તારમાં અમુક મહિલા અભણ મહિલાઓને સરકારે આર્થિક પછાત મહિલાનાં ઉત્કર્ષ માટે ૧૦૦૦૦ રૂથી માંડીને ૧૫૦૦૦રૂ તેમજ ૧૮૦૦૦રૂ સહાયની સ્કીમ ચાલુ કરી છે. તેવું જણાવી આ સ્કીલનો લાભ લેવા આવકનો દાખલો, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ સહિત અગત્યનાં દસ્તાવેજો આપી એક ફોર્મ ભરવાનું જણાવી થોડા સમયમાં સ્કીમ અનુસાર ખાતામાં રૂપિયા જમા થઈ જશે તેવું જણાવે છે. હકિકતમાં આવી કોઈ સ્કીમ છે કે નહીં તે બાબતે વાંકાનેર મામલતદાર પટેલ સાહેબ પાસેથી જાણવા મળ્યું કે, આવી કોઈ સ્કીમ સરકાર તરફથી આવી નથી. જેથી વાંકાનેર પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ભૂતપૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી અને શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈએ મહિલાઓને ખોટી રીતે ભોળવાઈ ન જવા ચેતવ્યું છે.

ફાઈલ તસ્વીર

- text