વાંકાનેર : આઘેડનો ગળાફાસો ખાઈ આપઘાત

- text


વાંકાનેરના સિદ્ધાર્થ નગરમાં રહેતા અને થોડા સમય અગાઉ જ રેલ્વેમાંથી નિવૃત્ત થયેલા ચાર સંતાનોના પીતા એ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થતાના કરને ઘરમાં પોતાના જ રૂમમાં ચાદર વડે ગળાફાસો ખાઈ આત્મહત્યા કર્યાનો કરુણ બનાવ બન્યો હતો.

- text

શહેરની અમરસિંહજી મિલની સામે આવેલા સિદ્ધાર્થ નગરમાં રેલ્વેમાંથી થોડા સમય અગાઉ નિવૃત્ત થયેલા કનુભાઈ રામજીભાઈ ભટ્ટી ( ઉ.વ. ૫૫) તેમના પત્ની અને પરણિત પુત્રની સાથે રહે છે. બપોરના સમયે તનો પુત્ર નજીકના ઢુવા ગામે કામે ગયો હોય તેમજ પુત્રવધુ રસોઈ કામ કરતા હોય તે પણ અન્ય જગ્યાએ રસોડામાં ગયા હોય બપોરના સમયે કનુભાઈની પૌત્રી જયારે તેમના દાદા પાસે કોઈ કામ સબબ તેઓના રૂમમાં જતા અવાચક બની દાદા ને કૈક થઇ ગયું, દાદા ઉપર લટકે છે. તેમ ચીસ પાડી તેણીના દાદીને ત્યાં બોલાવ્યા હતા. કનુભાઈના પત્નીએ પણ પોતાના પતિને છત સાથે ચાદર બાંધી ગળાફાસો ખાધેલી હાલતમાં જોતા થોડા સમય માટે પોતાની સ્વસ્થતા ગુમાવી દીધી હતી. ત્યારબાદ પુત્ર અને પુત્રવધુને બોલાવ્યા હતા. કનુભાઈના અપમૃત્યુ બાબતે તેના પુત્રે પોલીસને જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ તેના પીતા નિવૃત્ત થયા બાદ આવેલ રકમ બેંકમાં મૂકી હતી, પરંતુ આ નોટબંધી અને લોકોમાંથી બેંકમાં પડેલા નાણા બાબતે જાતજાતની અફવાઓ અને વાતો સંભાળતા પોતાના પરસેવાના પૈસાનું હવે શું થશે? તેવા ખોટા વિચારોને કારણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને આજ ખોટી ચિંતાને કારણે આવું પગલુ કદાચ ભરી લીધું હોવાનું અનુમાન છે. હાલમાં આ બનાવ બાબતે શહેર પોલીસના રમજુભાઇ રાયમાં એ જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text