મોરબી : ક્રાઈમ અપડેટ (23-06-17)  

- text


મોરબી : અકસ્માતમાં ઇજા
મોરબીમાં ભડીયાદ –રફાળેશ્વર રોડ નઝરબાગ ફાટક સામેનાં રોડ ઉપર ભાવેશભાઇ કેશવજીભાઇ વાણીયા ઉવ- ૨૫ને મારૂતી સ્વીફટ કાર નં GJ-03-GA-7471ના ચાલકે પોતાના હવાલાવાળી કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીને હડફેટે લઇ ફંગોળી પાડી દઇ જમણા પગે ઢીંચણ નીચેના ભાગે ફ્રેકચર કરી નાસી જતા ગુન્હો કર્યા બાબતે ઇમ્તીયાજભાઇ. ટી.જામ UHC  મોરબી બી ડિવીઝન પો. સ્ટે. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી : છરી સાથે યુવાન ઝડપાયો
મોરબીનાં  ઇન્દીરાનગર મંગલમ વિસ્તારહર્ષદભાઇ ઉર્ફે અચો ગોરધનભાઇ કુવરીયા કોળી ઉવ- ૨૨એ પોતાના પેન્ટના પાછળના ભાગે કેડમા પ્લાસ્ટીકના હાથામા ફીટ કરેલ છરી રાખી શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા ગુન્હો કર્યા બાબતે ચેતનભાઇ.એસ. કડવાતર UHC મોરબી બી ડિવીઝન પો.સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રફાળેશ્વર : જાનથી મારી નાખવાની ધમકી
રફાળેશ્વર ગામ રફાળેશ્વર મહાદેવ મંદીર સામે ઠાકર મંદિર પાસે મકનસર ચોકીએ ખોડાભાઇ જગાભાઇ પાંચીયા ઉવ.૩૫ને લીલા ખેંગાર ગમારા ભરવાડએ પાણી ઘણા દીવસથી આવતુ ન હોય ઉપલા લેવલે રજુઆત કરતા હોય લીલા ખેંગારે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબત પી.એમ. સોલંકી એ.એસ.આઇ (પો.સ્‍ટે.ઓ) મોરબી તાલુકા ધમકીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

રંગપર : એટ્રોસીટી
રંગપર ગામ પાસે આવેલ રેડરેન કારખાનામાં રવીભાઇ મંગાભાઇ દેગડાને રેડરેન કારખાનાના સુપરવાઇઝર ભાણાભાઇ તથા ઇલેકટ્રીકનું કામ કરતા વિજયભાઇ તથા કારખાનાના શેઠ વિજયભાઇએ કારખાનામાં કામ કરતા હોય અને પાણીની તરસ લાગતા પાણી પીવા જતા ઝગડો કરી જાતી પ્રત્યે. અપમાનીત કરતાં અને ઢીકાપાટુનો મુંઢ માર મારી ગુન્હો કર્યા બાબતે શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એસ.સી.એસ.ટી.સેલ મોરબી જિલ્લાએ એટ્રોસીટીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વવાણીયા : માર માર્યો
વવાણીયા ગામે નિતુબેન કિશનભાઇ ખીમાણી રહે વવાણીયા તા.માળીયા મી. ને (૧) કિશનભાઇ કુવરજીભાઇ ખીમાણી અને (૨)પ્રવિણભાઇ કુવરજીભાઇ ખીમાણીએ ઢિકા પાટુ મારેલ તેના જેઠ પ્રવિણભાઇ એ તેના હાથ પરનુ બેટ તેના જમણા હાથ ઉપર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજી.સા.મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કર્યા બાબતે શ્રી એફ.આઇ. સુમરા અના.પો.હેડ.કોન્સ માળીયા મી પો.સ્ટેએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text