હળવદ : વરસાદી ઝાપટુ પડતાં જ વીજપુરવઠો ખોરવાયો

- text


 

હળવદ : હળવદમાં આજે સવારે વરસાદી ઝાપટુ પડતાંની સાથે જ વિજળી ગુલ થઈ ગઈ હતી. આથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ભભૂકી ઉઠી છે.
ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે આ પહેલી વખત નથી કે વરસાદનાં સામાન્ય છાટા પડતાંની સાથે જ વિજ પૂરવઠ્ઠો ખોરવાઈ ગયો હતો. જે સંદર્ભે તંત્રને અવારનવાર રજૂઆત કરી ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. છતાં આજે હળવદમાં વરસાદી છાટા પડતાંની સાથે જ લાઈટો જતી રહી છે. આથી ફરી એક વખત તંત્રની પ્રિ-મોંસૂન કામગીરી પર સવાલ અને નિશાન ઉઠ્યા છે.

- text

- text