વાંકાનેર : બીલ વગરનાં ચાઈનાનાં મોબઈલ વેચનાર પોલીસ સંકજામાં

વાંકાનેર : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોરબી એસઓજી પોલીસ સબ ઈન્સ. આર.ટી. વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસઓજી સ્ટાફે વાંકાનેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાવડી મેઈન બજારમાં આવેલી નવકાર મોબાઈલ નામની દુકાન ચેક કરતા દુકાન માલિક દીપક દિનેશચન્દ્ર મહેતા ઉ.વ.૩૮ પાસે પોતાના કબ્જાવાળી દુકાનમાંથી બીલ વગરનાં ૧૭ ચાઈનાનાં મોબાઈલ કિ.રૂ. ૧૭૦૦૦નાં વેંચાણ કરતા મળી આવતા શકપડતી મિલ્કત હોવાનું જણાતા પોલીસે મોબાઈલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.