ટંકારા : ગ્રામ પંચાયતોમાં ડિજીટલ ઇન્ડિયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત

- text


કોંગ્રેસનાં કાંતિલાલ બાવરવાએ ચીફ સેક્રેટરીશ્રી ગાંધીનગરને લેખિતમાં અરજી કરી

મોરબી જિલ્લા કોંગ્રેસના મંત્રી કાંતિલાલ બાવરવાએ ચીફ સેક્રેટરી ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયાની વાતો થાય છે પરંતુ ટંકારા તાલુકો ભારતમાં જ ન હોય તેવું ઓરમાયું વર્તન સરકાર દ્વારા ટંકારા તાલુકા સાથે કરવામાં આવી રહ્યું છે. ટંકારા તાલુકામાં ૮૦% કરતા વધારે ગામોની ગ્રામ પંચાયતોમાં ડીઝીટલ ઇન્ડિયાની યોજનામાં સમાવેશ કરેલ સુવિધાઓ ઉભી કરવામાં આવેલ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવે છે જયારે હકીકતમાં આવું કઈ જ નથી તેવું લોકો કહી રહ્યા છે. તેમજ ટંકારા તાલુકો ઓરમાયો હોય અને સરકારને આ તાલુકા માં રસ જ ન હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.
સરકાર તરફથી હોવી જોઈએ તે મુજબની ઘણી બધી સુવિધાઓ આ તાલુકાની ગ્રામ પંચાયતોમાં નથી તેવું નરી આંખે જોઈ શકાય છે. તો આ બાબતે ધ્યાન આપી આ બધી ગ્રામ પંચાયતમાં સૌથી પહેલા રેગુલર હાજર રહે તેવા તલાટી મંત્રી મુકવા જોઈએ અને ઓફીસમાં કોમ્પુટર, ઇન્ટરનેટ, પ્રિન્ટર વગેરે સાધનો આપી સુવિધા વધારવી જોઈએ. ઉપરાંત જે તે ગામના ખેડૂતો ને ૭-૧૨, ૮-અ વગેરે પોતાના ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવા પુન: માંગણી છે. તો ટંકારા તાલુકાના ગામડાઓ સુવિધાસભર થાય તો ઈગ્રામ થકી ૪૫થી વધુ સેવા ધર બેઠા મળી શકે માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા બાવરવાએ જણાવ્યું છે.

- text

- text