વરમોરા કંપનીની ૮.૧૩ લાખની ટાઈલ્સનો માલ લઈ ટ્રક ડ્રાયવર છનન

- text


વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઈવે પર ધુંવા નજીક આવેલી વરમોરા ગ્રેનાઈટો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાંથી ગત તારીખ ૧૫/૪/૨૦૧૭ ના રોજ જી.જે.૦૬ એ.વાય ૯૧૪૭ નંબરના ટ્રકમાં ડ્રાયવર  રૂપિયા ૮.૧૩ લાખથી વધુ નો ટાઈલ્સનો માલ લઇ ભોપાલમાં આવેલી પેરામાઉટ સેનેટરી માટે લઇને નીકળ્યો હતો. પણ ત્યાં માલ પહોચ્યો ન હોવાથી વરમોરા કંપનીના કર્મચારી કલ્પેશ પ્રજાપતિએ અમરદીપ ટ્રાન્સપોર્ટ માલિક ચતુરભાઈ, ટ્રકના માલિક સમીરભાઈ અને ટ્રકના ડ્રાઈવર સહિત ૩ સામે રૂપિયા ૮.૧૩ લાખથી વધુની છેતરપીડીની ફરિયાદ દાખલ કરાવી છે. જેની વધુ તપાસ તાલુકના પી.એસ.આઈ. કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે

- text

- text