ટંકારા : વૈદિક મંત્રો સાથે હવન કરી સામૂહિક યોગ દિવસ ઉજવણી કરવામાં આવી

- text


ટંકારા : યોગના યુગ પુરૂષ શ્રી મહષિઁદયાનંદની જન્મભૂમિમા વૈદિક મંત્રો સાથે હવન કરી સામૂહિક યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ ટંકારામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકામાં જુદા જુદા બે સ્થળોએ યોગનો કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા મથકે ઓરપેટ કન્યા છાત્રાલયમા હજારો લોકોએ યોગ કર્યો હતો.

- text

મામલતદાર પટેલ, પીએસઆઈ તથા તમામ સ્ટાફ સાથે તમામ કચેરીના અધિકારીઓ અને નગરજનો યોગ કરી રોગ ભગાડવાનુ બિડુ ઝડપ્યું હતું. એમ. પી. પ્રાથમીક શાળા ઓરપેટના વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા.યોગના યુગ પુરૂષ દયાનંદના ગુરુકુળના આર્ય અને આચાર્ય રામદેવજીએ વિશેષ હવન કરી યોગની શરૂઆત કરાવી હતી.

 

- text