યોગ ગુરુએ પી.જી.પટેલ કોલેજના છાત્રોને યોગની ટિપ્સ આપી

- text


 

મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરાઈ : આ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી નિયમિત યોગ કરાવાય છે

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી નિયમત યોગ કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિતે યોગના કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઇ કાવર સાહેબએ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને યોગ વિષેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
પી.જી. કોલેજ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ટ્રસ્ટી શ્રી દેવકરણ સાહેબ, પ્રિન્સિપાલ ડો. રવિન્દ્ર ભટ્ટ, યુનિક સ્કૂલનાં શ્રી મહેશભાઈ સાદરિયા, તપોવન સ્કૂલનાં શ્રી રંગપરિયા સાહેબ, સામાજિક કાર્યકર શ્રી ઘનશ્યામભાઈ ડાંગર, ઈન્ડિયન લાયન્સનાં પ્રેસિડેંટ હર્ષદભાઈ પટેલ, તથા અનિલભાઈ કંસારા, જીનદાસ ગાંધી સાહેબ અને કૃષ્ણસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓએ સાથે યોગ કર્યા હતા. આ તબક્કે કોલેજનાં પ્રિન્સિપાલ શ્રી રવિભાઈ ભટ્ટે જણાવ્યુ હતું કે, અમારી કોલેજમાં ફક્ત એક દિવસ જ યોગ કરવામાં આવતા નથી પરંતુ આખું વર્ષ દરરોજ ૧૫ મિનિટ વિદ્યાર્થીઓને યોગ કરવવામાં આવે છે. આમ, પીજી કોલેજ ખાતે દરરોજની જેમ જ આજનાં દિવસે પણ યોગ કરી વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

 

- text