યોગ દિવસ સાથે આજે સંગીત દિવસ પણ : મોરબી આઈએમએ દ્વારા બંને દિવસો ઉજવાયા

- text


મોરબી : આજ તા.૨૧ જુનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વિશ્વ યોગ દિવસ સાથે આજે વર્લ્ડ મ્યુઝીક દિવસ પણ છે તે બહુ ઓછા લોકોને ખ્યાલ છે. આજ રોજ મોરબીમાં IMA દ્વારા વર્લ્ડ મ્યુઝીક દિવસની ઉજવણી IMA હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં આઈ.એમ.એ.ની ટીમ દ્વારા હાર્મોનિયમ અને તબલા વાદન સાથે “હે માલિક તેરે બંદે હમ” પ્રાર્થના ગાઈને ઉજવણી કરી હતી. ત્યારબાદ ડો.પ્રેયર્સ પંડ્યા દ્વારા વર્લ્ડ મ્યુઝીક દિવસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાદમાં યોગાસન કરી વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.⁠⁠⁠⁠

- text