મોટીબરાર અને મેધપરમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

- text


શ્રી રત્નમણિ પ્રાથમિક સરકારીશાળા અને ઇ.બી.બી. મોડેલ શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટર દ્વારા યોગ ક્રિયા નિદર્શન

માળિયા મિયાણા : મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક સરકારીશાળા અને ઇ.બી.બી. મોડેલ શાળાના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશેની સંપૂર્ણ માહિતી તેમજ યોગ કરતી વખતે રાખવાની કાળજીની વિસ્તૃત સમજની સાથે તાડાસન, પદ્માસન, વૃક્ષાસન, સવાસન,ભદ્રાસન, ત્રિકોણાસન, ચક્રાસન,શશાંકાસન, વક્રાસન, મકરાસન,ભુજંગાસન, પ્રાણાયામ વગેરે આસનો કરાવવામાં આવ્યા હતા. બંને શાળાના કુલ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા. સાથે મેધપર માધ્યમિક શાળામાં પણ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા શિક્ષક મુસ્તાકભાઇ ભોરણીયા અને ગામના સરપંચ વિજયભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text