મોરબી : બે સિરામિક એકમોમાં આયકર ટીમ દ્વારા સર્વે

- text


મોરબી : રાજકોટ-મોરબી આવકવેરા રેન્જ દ્વારા મોરબીમાં એકી સાથે બે સિરામિક યુનિટ પર સર્વે કામગીરી શરુ કરી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સિરામિક યુનિટમાં ઈન્ક્મટેક્સ વિભાગના સર્વેના પગલે સીરામીક ઉધોગમાં હલચલ મચી ગઈ છે. જો કે મોરબીમાં રેગ્યુલર આવકવેરાનાં સર્વે ચાલુ હોવાનું જાણવા મળેલું છે.

- text

ADVT.

રાજકોટ આવકવેરા પ્રિન્સીપાલ કમિશ્નર-૩ હેઠળ આવતી મોરબી રેઈન્જ જોઈન્ટ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ આવકવેરાનાં અધિકારીઓ દ્વારા મોરબીમાં બે સિરામિક એકમોમાં સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ફેકટરીમાં રહેલા સ્ટોક, યુનિટનાં સંચાલક દ્વારા તૈયાર માલનાં વેચાણ અંગેનાં નાણાકીય વ્યવહારની ચકાસણી આવકવેરા અધિકારીએ હાથ ધરી છે. આ ચકાસણીની કાર્યવાહી મોદી રાત સુધી ચાલ્યા બાદ ડીસ્કક્લોઝર મળવાની શક્યતા વ્યક્ત થઈ હતી. જોકે હજુ સુધી આકવેરા વિભાગ દ્વારા કઈ ફેકટરીમાં સર્વે હાથ ધરાયો તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. જયારે સૂત્રોના જણાવ્યા મુજબ નોટબંધી બાદ સ્કુટીની સૌથી વધુ નોટિસ મોરબી તથા આસપાસનાં ગામોમાં આવી છે. તથા અનેક હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશનો પણ બહાર આવ્યા છે ત્યારે અગામી દિવસોમાં મોરબીમાં સમયાંતરે સર્વે કામગીરી ચાલુ રહેવાનો નિર્દેશ આવકવેરાનાં સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

 

- text