GST ટેક્ષ સિસ્ટમથી સિરામિક ઉધોગને ફાયદો પણ સાથે ટેક્ષ ઘટાડવો પણ જરૂરી : નિલેશ જેતપરીયા

- text


મોરબી : મોરબી સિરામિક ઉધોગ પર તોતિંગ 28 ટકા GST લાગુ કરવાનો સીરામીક એસોસિયેશન દ્વારા વિરોધ કરી સિરામિક પ્રોડક્ટને 18 ટકા સ્લેબમાં રાખવાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે સિરામિક એસોસિયેશને ગાંધીનગરથી લઇ દિલ્લી સુધી રજૂઆતો કરી છે. આ સમયે મોરબી સિરામિક એસોશિયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ GST અંગે પોતાનું અંગત મંતવ્ય આપતા જણાવ્યું હતું કે સિરામીક ઉધોગકાર તરીકે જીએસટીની નવી ટેક્સ સિસ્ટમને આવકારવા અમે તૈયાર છીયે . જે રીતે સાદા મોબાઇલ વાપરતા લોકો ને સ્માર્ટ ફોન આવતા થોડા દિવસ ઓપરેટીંગ શિખવામા તકલીફ પણ પડતી અને તેમા સમય પણ લાગે પરંતુ આવડી ગયા બાદ તે સ્માર્ટ ફોનથી ઘણા બધા કામ સરળ થતા હોય છે તેવી જ રીતે નવા ટેક્સ સિસ્ટમ જીએસટી સમજવામા થોડો સમય લાગે ત્યાં સુધી તકલીફ પડે પરંતુ ત્યારબાદ તેના ફાયદા દરેક વેપારી ને રહેવાના છે અને ખાસ કરીને જીએસટીમા સી ફોર્મની માથાકૂટ નીકળી જતા અમારી જવાબદારી પહેલા વેટના કાયદામા રહેતી તેની સામે તે જવાબદારીથી મુક્તી મળતા વેપારીઓને એકંદરે તે બાબતે શાંતિ રહેશે. આમ GST ટેક્ષ સિસ્ટમને આવકારવાની સાથે તેઓએ વધુમાં સપષ્ટતા કરી હતી કે સિરામીક પ્રોડક્ટ હવે સામાન્ય લોકો પણ વપરાશ કરતા થયા છે અને શૌચાલય મા પણ ઉપયોગી હોય ત્યારે તેને 28 ટકાના સ્લેબની બદલે 18 ટકાના સ્લેબમા લેવો જોઇએ તે પણ અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું.

- text

- text