ટંકારા નજીક જીપની ઠોકરે 10 વર્ષના બાળકનું મોત

- text


હીરાપર ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી સમયે દુર્ઘટના સર્જાઈ

ટંકારા : ટંકારામાં જાણે યમરાજે પડાવ નાખ્યો હોય તેમ વધુ એક અકસ્માતમાં 10 વર્ષના માસુમ બાળકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ટંકારા લતીપર રોડ પર હીરાપર ગામના પાટિયા પાસે 10 વર્ષનો માસુમ બાળક મેરાભાઈ દેવજીભાઈ લુહાર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલી બોલેરો જેવી કારે બાળકને હડફેટે લેતા બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલોસે બનાવ અંગે અજાણી જીપના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text