મોરબી : કોંગ્રેસનાં આગેવાનો સાથે રાષ્ટ્રીય મંત્રી દિપક બાબરિયાએ બેઠક યોજી

- text


મોરબી : મોરબી માળિયા મી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાનાં સભ્યશ્રીઓ તથા આગેવાનોની તાજેતરમાં મોરબી અને માળિયા ખાતે જુદીજુદી બેઠકો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મંત્રીશ્રી દિપક બાબરિયાની નિશ્રામાં યોજાઈ હતી. જે અંગેની માહિતી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આ બેઠકમાં બુથ કમિટી, પેઈઝ પ્રભારી, બુથ યાત્રા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠક દીઠ સંકલન સમિતિ, મોરબી અને માળિયા મી. નગરપાલિકાઓના વોર્ડ દીઠ સંકલન સમિતિ અંગે શ્રી દિપકભાઈ બાબરિયાએ માઈક્રોલેવલ પ્લાનિંગ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તેમણે કોંગ્રેસનાં આગેવાનોને તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢી કામે લાગી જવા તાકીદ કરી હતી. આ બંને બેઠકોમાં મોરબી-માળિયા મી. વિધાનસભા બેઠકને સબંધકર્તા કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા એવું મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

- text