માળિયા મી. : સુલતાનપુરમાં જુગારની રેડ : ૭૦ હજાર મુદ્દામાલ કબ્જે

- text


માળિયા મી. તાલુકાના સુલતાનપુર ગામમાં ચબુતરા પાસે જાહેરમાં જુગાર રમતાની ખાનગી બાતમીના આધારે માળિયા P.S.I. એન.બી.ડાભી સહિતના સ્ટાફે બાતમીની જગ્યા પર જઈને દરોડો પડતા જાહેરમાં ચબુતરા પાસે જુગાર રમાતું હોય ૩ આરોપીઓને ૭૦ હજાર રૂપિયાનાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે જ્યારે અન્ય ૫ આરોપી નાસી છુટ્યા હતા. ગામનાં ચબુતરા પાસે જુગાર રમી રહેલા આરોપી દિનેશ કોળી, રતિલાલ પટેલ, નારણ પટેલને પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે જ્યારે સુબા કોળી, ભરત કોળી, વાલજી કોળી, રમેશ કોળી અને હરખજી કોળીને પકડી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૩૫૫૦૦, મોટરસાઈકલ રૂ. ૩૦૦૦૦ અને મોબઈલ રૂ. ૪૫૦૦ એમ ખુલ મળી ૭૦૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text