ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ રસ્તા પર : જિલ્લામાં ઠેર ઠેર ચક્કાજામ

- text


મોરબી : હાલ ખેડૂતોના પ્રશ્ને સમગ્ર દેશમાં ભારે આક્રોશ છવાયેલો છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે આજે સવારે 10 વાગ્યે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે ચક્કાજામ કરનારા કોંગી કાર્યકરોની મોટી સંખ્યામાં અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આજે સવારે 10 વાગ્યે દરેક તાલુકા મથકે વિરોધ પ્રદશન કરી ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો . જેમાં મોરબીમાં માળીયા ફાટક ચોકડી ખાતે, હળવદમાં સરા ચોકડી ખાતે, માળીયા મિયાંણામાં અણીયારી ચોકડી ખાતે, વાંકાનેરમાં નેશનલ હાઈવે પર અને ટંકારામાં લતીપર ચોકડી ખાતે રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. દરેક તાલુકા મથકે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરતા થોડીવાર અફડાતફડી મચી ગઈ હતી. જોકે પોલીસે ચક્કાજામ કરનારા કોંગી કાર્યકરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text