મોરબી : અભયમ ૧૮૧ની ટીમે પ્રેમીનાં ત્રાસમાંથી યુવતીને છોડાવી

- text


બેટ દ્વારકાની યુવતીને લગ્નની લાલચે મોરબી લાવી સીતમ ગુજારતા યુવાનનાં ચંગુલમાંથી છોડાવી અભયમ ટીમે કરાવ્યો પરિવારજનો સાથે મિલાપ

મોરબીનાં યુવાને બેટ દ્વારકાની યુવતીને લગ્નની લાલચ પ્રેમજાળમાં ફસાવી મોરબી લાવ્યા બાદ તેની પર અમાનુસી સીતમ ગુજારતો હોવાથી યુવતીનું જીવન નર્કાગાર જેવુ થઈ જતા અંતે યુવતીએ તેની બહેનને મેસેજ કરતાં ૧૮૧ અભયમની મદદ લઈ હતી. આમ આ ટીમ દ્વારા યુવતીને પ્રેમીનાં ત્રાસમાંથી મુક્ત કરાવીને તેનાં બહેનને સોંપી હતી.
બેટ દ્વારકાની ૨૭ વર્ષીય યુવતીની તેના પ્રેમીની બદદાનતને કારણે જિંદગી દાવ પર લાગી ગઈ હતી. યુવતીની દર્દનાક દાસ્તાન અંગે મોરબી ૧૮૧ અભયમ ટીમે આપેલી વિગતો મુજબ મોરબીનાં વાવડી રોડ પર રહેતા એ યુવાનનાં પિતા બેટ દ્વારકામાં નોકરી કરતાં હોવાથી તે યુવાનની ત્યાં અવરજવર રહેતી હતી આથી તે આ યુવતીના પરિચયમાં આવ્યો હતો અને બન્ને વચ્ચે પ્રેમ થયો. બે માસ પહેલા લગ્નની લાલચ આપી યુવતીને મોરબી લાવ્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં લગ્ન ન કરતાં યુવતી દ્વારા વારંવાર લગ્ન કરવાનું કહેતી હતી. પરંતુ યુવાન લગ્નની વાત ટાળતો હતો. આમ યુવતી દ્વારા લગ્ન માટેની જીદ કરવામાં આવતી હોવાથી યુવાને પોતાનું અસલીરૂપ દેખાડીને મારકૂટ કરવાનું શરૂ કર્યું. આમ યુવાન અવાર-નવાર યુવતીને મારકૂટ કરી તેનાં સગા સ્નેહી સાથે વાત કરવા ન દેતો યુવતી ઘરની બહાર જાય તો તેના પર નજર રાખતો અને અંતે ઓરડીમાં રાખી નજર કેદ કરી દીધી હતી. આથી યુવતીનું જીવવું હરામ થઈ ગયું હતું. યુવતીને તક મળતા તેણે પોતાની બહેનને મેસેજ કરીને જ્ણાવ્યું કે, હું જીવી શકીશ એવું મને લાગતું નથી. મારા પર જુલમ વધતો જાય છે. મને છોડાવી જાવ તેથી તેની બહેન અને બનેવી મોરબી આવીને ૧૮૧ની ટીમનો સંપર્ક કર્યો હતો. આથી ૧૮૧ અભયમનાં શિલ્પાબેન બાવરીયા, રવિ સાવર યુવાનના ઘર દોડી ગયાં. જ્યાં યુવતી ખુબ જ ડરેલી હાલતમાં મળી આવી હતી. આથી યુવતીનું કાઉન્સેલીંગ કરી પ્રેમીનાં ત્રાસમાંથી મુકત કરાવીને તેના બહેન બનેવીને સોંપી હતી.

- text

 

- text