મોરબી : કાપડ એસો. દ્વારા ૫ ટકા જીએસટીના વિરોધમાં આવેદન

- text


કાપડ-ટેક્સટાઈલ પર જીએસટી હેઠળ ૫ ટકાનો દર અન્યાયી : મોરબી કાપડ એસો.

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા કાપડ-ટેક્સટાઈલ પર જીએસટી હેઠળ ૫ ટકાનો દર વસૂલવાના નિર્ણયનો મોરબી કાપડ એસો. દ્વારા વિરોધ કરી આજે મોરબી કલેક્ટરને આવેદન આપી કાપડ-ટેક્સટાઈલ પર જીએસટી હેઠળ ૫ ટકાનો દર નાબૂદ કરવાની માંગ કરી છે.
આ મામલે મોરબી કાપડ મહાજન અને રેડીમેન્ટ ગારમેન્ટ એસોસિયેશન દ્વારા અપાયેકા આવેદનમાં જણાવાયું છે કે માણસની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાન છે. ભારત દેશ લોકશાહી બન્યા આજ દિન સુધી કાપડ-ટેક્સટાઈલમાં કોઈપણ જાતનો સેલ્સટેક્સ, વેટ કે અન્ય વેરા નાખવામાં આવ્યા નથી .જ્યારે જીએસટી હેઠળ ૫ ટકા દર કાપડ-ટેક્સટાઈલ પર નાખવામાં આવતા આ નિર્ણયને કારણે સામાન્ય નાનામોટા કાપડ સાડી ટેક્સટાઇલનાં વેપારીને અનેક પ્રકારની મુશ્કેલી તથા વહીવટી પ્રશ્નો ઉપરાંત લાંચ અને ભ્રષ્ટાચારનો ત્રાસ વધશે. કાપડ પરનો ટેક્સ આખરે તો ગરીબ મધ્યમ વર્ગને અંગ ઢાકવા માટેના કાપડ સાડી વસ્ત્રો માટે બોજરૂપ બનશે અને મોંઘવારી વધશે. આ અંગે મોરબી કાપડ એસો.એ કેન્દ્ર સરકારનાં કાપડ પરના ૫ ટકા જીએસટી વેરાનો વિરોધ કરતું આવેદનપત્ર મોરબી કલેકટર સાહેબને આપી ૫ ટકાના જીએસટી ટેક્સને રદ કરવા સૂચવ્યું છે. અને જો આ બાબતે યોગ્ય નિર્ણય ના લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

- text