મોરબી : લીલાપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


મોરબી જિલ્લાની શ્રી લીલાપર પ્રાથમિક શાળા ખાતે તા.૧૦ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમની શરૂઆત મનુષ્ય તું બડા મહાન હે ગીતથી કરી હતી. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો.

- text

આ કાયૅકમમાં નાયબ કલેકટર મોરબી શ્રી દમયંતીબેન બારોટ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા અને સીઆરસી રવાપર સંદિપભાઈ આદરોજા ઉપસ્થિત રહીને ધોરણ ૧ના પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ તમામ બાળકોને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા સ્કુલ બેગ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ કલેકટર મોરબી શ્રી દમયંતીબેન બારોટ દ્વારા પ્રસંગોપાત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલનશાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા બાળમેળા, બાળકોનો લાઈફ સ્કિલ મેળાનું નિદર્શન અને બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શાળાપ્રવેશોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નિલેષભાઈ પારેજીયા અને તમામ સ્ટાફે ખૂબ સુંદર કામગીરી કરેલ હતી.⁠⁠⁠⁠

 

- text