મોરબી : નગરપાલિકા તંત્ર એક્સનમાં : રસ્તા અને નાલાઓની સફાઈ શરુ કરાઈ

- text


ઉપપ્રમુખ ભરત જારીયાએ ચાર્જ સંભાળતાની સાથે તંત્રને કામે લગાડ્યું

મોરબી નગરપાલિકાનાં પ્રમુખ ભરતભાઈ જરીયાએ ચાર્જ સંભાળતાની સાથે પાલિકા તંત્ર ખડેપગે થઈ એક્શનમાં આવી ગયું છે. જેના પરિણામ સ્વરૂપે ગત રોજ નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જરીયા દ્વારા માર્કેટચોકમાંથી ડોર ટુ ડોર છોટા હાથીનાં ડ્રાઈવરને પીધેલી હાલતમાં પકડી પોલીસ સ્ટેશન સોંપ્યો છે. જ્યારે આજ રોજ મોરબીના મેઈન રોડની યુદ્ધના ધોરણે સફાઈ જુંબેશ ચાલુ કરી શનાળા રોડ ઉપર આજથી જ સ્વચ્છતા અભિયાન રૂપે ડીવાઈડરો તથા રસ્તા સાફ કરવાની કામગીરી ચાલુ કરેલી છે. તેમજ ચોમાસું આવતું હોઈ અને વર્ષોથી બંધ પડેલ નાલા તથા હોક્ળાની યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી ઉપપ્રમુખશ્રી ભરતભાઈ જારીયાની દેખરેખ નીચે ચાલુ કરવામાં આવી છે. આ સ્વચ્છતા અભિયાનમાં વેપારીઓ તથા જાહેર જનતાએ સાફ સફાઈ રાખવા સહકાર આપવા વિનંતી પાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ કરી છે. જયારે નગરપાલિકા તંત્ર કાયમી ધોરણે આ ઝુંબેશ શરુ રાખે તેવી લોક માંગણી ઉઠી છે.⁠

- text