વાંકાનેરની રાતીદેવડી સીટ પર ભાજપના ઉમેદવાર જીત્યા

- text


તાલુકા પંચાયની પેટ ચૂંટણીમાં કોંગ્રેસે સીટ ગુમાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવડી ગામની બેઠક ની પેટા ચુંટણી યોજાય હતી. આ સીટ પર લાંબા સમયથી કોંગ્રેસનો કબ્જો હતો. પરંતુ પેટ ચૂંટણીમાં ભાજપે આ સીટ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં સફળતા મળી છે. આ સીટમાં કોંગ્રેસ તરફથી જયશ્રીબેન વોરા અને ભાજપ તરફથી જયાબેન વોરાએ ઉમેદવારી નોધાવી હતી જેમાં આ બેઠક માટે તારીખ ૧૧ ના રોજ કુલ ૬ બુથો પર મતદાન કરવામાં આવ્યું હતું. અને ૫૭ ટકા જેટલું મતદાન થયું હતું. આજે આ બેઠકનું પરિણામ જાહેર થયું હતું જેમાં ૩૧૬૮ કુલ મતોમાંથી કોંગ્રેસના જયશ્રીબેન વોરના ૧૫૧૪ મત , નોટાના ૭૧ મત અને ભાજપના જયાબેન વોરના ને ૧૫૮૩ મત મળતા તે ૬૯ મતે વિજેતા બન્યા હતા. વાંકાનેરના ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી, હિરેન પારેખ, યુશુફભાઇ શેરસીયા સહિતના ભાજપના આગેવાનોની મહેનત ફળી હતી. અને કોંગ્રેસની પરંપરાગત સીટ પર કબ્જો મેળવામાં સફળતા હાથ લાગતા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

- text

- text