ટંકારા : બંગાવડી ડેમમાંથી પાઈપલાઈન મારફતે પિયતનુ પાણી ઉપાડવા માટે રજૂઆત

- text


કોર્ટ મેટરમાં પાણી લાઈનો કાઢી નાખી ૮૮ વિરૂધ્ધ ફરિયાદ થઈ હતી : હવે પાછી મંજૂરી મળે તો ૨૭૦ હેક્ટર જમીન પિયત થઈ શકે તેમ છે : ટંકારાના ભાજપ આગેવાન અરવિંદ બારૈયાએ સિંચાઈ મંત્રીને ઘટતું કરવા જણાવ્યું

ટંકારા : ટંકારાના જામનગર રોડ ઉપર આવેલ બંગાવડી ગામ પાસે સિંચાઈ માટે જબર ડેમ હોય અને જગતતાત પિયત માટે પાણી મળી જાય તો કાંડાના બળે હરીયાળા ખેતર કરી શકે માટે ટંકારા ભાજપના આગેવાન અરવિંદ બારૈયા, મનસુખભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ મેદંપરા, જીતેન્દ્ર પટેલ, ભવાનભાઈ પટેલ ગાંધીનગર નિવાસી સિંચાઈ મંત્રી નાનુભાઈ વાનાણીને રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે રજૂઆતમા જણાવ્યું હતું કે, ટંકારાના બંગાવડી ઓટાળા દેવળિયાના ખેડુતોની ૨૭૦ હેક્ટર જમીન છતા પાણીએ પિયત વાકે અટકે છે અને જો ખેડૂતોને મંડળી રચી નિયત ફિ લઈ સરકાર પાઈપ લાઈન નાખવાની મંજુરી આપે તો અન્નનો માલીક મબલક પાક લઈ શકે તેમ છે. આ અંગે આગામી દિવસોમાં તાકિદે નિણઁય કરવાની ખાતરી પણ મંત્રી તરફથી મળી હતી⁠⁠⁠⁠.

- text