વાંકાનેર : વાદળો થતા જ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા

- text


વાંકાનેરમાં વાદળો ઘેરાય ત્યા જ વીજ પુરવઠો ખોરવવાનું શરુ થઇ જાય છે તેમા પણ જો થોડાક વરસાદની છાટ પડે ત્યા તો કલાકો સુધી વીજ પુરવઠો ગુલ થઇ જાય છે. આ ચોમાસાની સીઝન પૂર્વે પ્રિમોન્સુન કામગીરી જાણે માત્ર ચોપડે જ ચિત્રી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.

- text

છેલ્લા પાંચ દિવસથી શહેરમાં અને ખાસ કરીને રેલ્વે ફીડરમાં કે જેના નીચે મોટો રહેણાંક વિભાગ તેમજ ઔધોગિક વિસ્તાર (જી.આઈ.ડી.સી) આવે છે ત્યાં તો લોકો તોબા જ પોકારી ગયા છે. દિવસમાં એક બે વાર નહિ પરંતુ ૮ થી ૧૦ વખત વીજ પુરવઠો ખોવવો જાણે કે રોજિંદુ બની ગયું છે.
જ્યારે પણ આ વીજ પુરવઠો ખોરવાઈ જવા બાબતે જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરીએ તો એક જ રેકર્ડ વગાડે છે કે વીજ પડતા ટી.સી. બડી ગયું છે અને બદલાવી એ છીએ. શહેર વિસ્તારમાં આ ફીડર અંતર્ગત છાસવારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. જેના કરને તે વિસ્તાર ના લોકો તેમજ ઉધોગો પર માઠી અસર પડી છે. છેલ્લા 5 દિવસથી રેલવે ફીડર તેમજ શહેર આખાની પ્રજા વીજગુલથી પરેશાન છે ત્યારે જવાબદાર અધિકારીને પ્રિમોન્સુન કામગીરી બાબતે પૂછતાં કશી ખબર ન હોવાની વાત જાણવા મળી હતી. હાલમાં માત્ર વરસાદની છાટ પડે ત્યાં દિવસમાં ૮ થી ૧૦ વખત અને માત્ર ૧૫ એમ/એમ. વરસાદમાં શહેર વિસ્તાર આખામાં ત્રણ ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે વીજ વિભાગ ને પ્રીમોન્સુન કામગીરીમાં શુ ઉકાળ્યું તે બાબતે પૂછતા કોઈ જવાબ જ સાંપડ્યો નથી.

- text