ટંકારા : પંચાયત દ્વારા પાણી વેરામાં દોઢસો ટકાનો વધારો

- text


ટંકારામાં પાણીની ભરપાઈ રકમમા સોનાથી ધડામણ મોંધુ : વેરાની રકમને ડબલ કરવા લેવાયો નિર્ણય

 ટંકારા ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન દીઠ પાણી વેરો વાર્ષિક રૂ.૨૦૦ ઉઘરાવવામાં આવે છે. પરંતુ વધતાં જતી પાણીની માંગ તેમજ પાણી વિતરણ માટે કાર્ય કરતાં કર્મચારીના પગાર ધોરણને પૂરા કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા નળ ક્નેકશનના પાણી વેરામાં દોઢસો ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે.
ટંકારા શહેરમાં 2500 ઘર હોવા છતાં 1972 જ કનેક્શન છે? ભુતીયા કનેક્શનને 2000 હજારનો ડંડ કામગીરી કાગળો પર ન રહે તે ચર્ચાથી પાચેક દીવસ પહેલા પાણી પુરવઠા બોર્ડ ટંકારાને 82 લાખ ની દેવા નોટીસ આપી હતી જેથી સભ્ય દ્વારા ઠરાવ પસાર કરી ટંકારા ગ્રામ પંચાયત દ્વારા શહેરના નળ કનેકશન ધારકો પર દોઢસો ગણો વધારો જીક્યો છે .જે અંગે વિધિવત સભ્યો સાથે વાર્તાલાપ કરી ઠરાવ પસાર થઈ ગયો છે જેમા 1972 કનેકશન ધારકોને બોજો લાગુ પડશે તો પંચાયતને જાણ કર્યા વગર લીધેલા ભુતીયા કનેકશન ધારકો પર તવાઈ ઉતારવા વર્ષનો બે હજાર લેખે દંડ કરી ઉઘરાણી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાનુ મુખ્ય મથક હોય મન પડે તે લાઈનમા ભંગાણ કરી કનેક્શનની ચોરી કરી લે છે જે હવે  ચલાવી લેવામાં નહીં આવે તેવુ ઠરાવ્યું છે ટંકારાનુ વેરાનુ લેણું વર્ષે 94000 થાય છે જેની સામે 735624 જેટલી રકમ તો નળ ખેલનારા કર્મચારીને ચુકવવામાં આવે છે રીપેરીંગ ખર્ચ તો જુદો જ. અને ટાઈમ ટુ ટાઈમ વેરો ભરનાર પણ કેટલા? જેવા મુદે પંચાયત દ્વારા આ નિર્ણય લીધો છે હવે જોવાનું એ છે કે ભુતીયા કનેક્શનવાળા સામેથી સરેંડર થશે કે પંચાયત સર્જિકલ સટાઈક કરે છે?

- text

- text