મોરબી : કેરાળાનાં શિક્ષક અંકિત જોશી SRG પરીક્ષામાં ગુજરાત પ્રથમ

- text


મોરબી જિલ્લાના કેરાળા શાળાના શિક્ષક શ્રી અંકિત જોશીએ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ SRG (સ્ટેટ રિસોર્સ ગ્રૂપ)ની પરીક્ષામાં ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલૉજી) વિષયમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને સમસ્ત મોરબી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. આથી જીલ્લા સંઘના સભ્યો, શિક્ષક મિત્રો અને પરિવારજનોએ તેમજ મિત્રોએ શ્રી અંકિત જોશીને મો.નં.૭૮૭૮૦૦૨૭૦૦ પર અભિનંદન પાઠવ્યા છે.

- text

- text