મોરબી : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

- text


પાટીદાર યુવકના મૃત્યુની તપાસ સાથે રાષ્ટ્રપિતા વિશે કરેલી ટિપ્પણી બદલ અમિત શાહ માફી માંગે : કોંગ્રેસ

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ મહેસાણા જિલ્લાનાં પાટીદાર યુવકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાનાં વિરોધમાં તથા ભાજપ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખે મહાત્મા ગાંધીજી વિશે કરેલ અભદ્ર ઉચ્ચારણને વખોડવા અંગે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી મોરબી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસ બ્રિજેશભાઈ મેરજા, જ્યંતિભાઈ પટેલ, કિશોર ચિખલિયા, વિજય કોટડીયા, મહેશ રાજકોટીયા, પુષ્પરાજસિંહ જાડેજા-પ્રમુખ યુવક સેવાદળ, કિશોરભાઇ ભીમાણી-પ્રમુખ સેવા દળ, પારસભાઈ ધકાણ-પ્રમુખ.I.T સેલ, બળવંતભાઈ વોરા-પ્રમુખ S.Cસેલ, દેવેન્દ્ર્સિંહ જાડેજા- પ્રમુખ N.S.U.I, સવજીભાઇ-પ્રમુખ બક્ષી પંચસેલ, હુસેનભાઈ ભોરણીયા-પ્રમુખ લઘુમતી સેલ તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, ભાજપ સરકારની સરમુખ્યત્યારશાહી નીતિથી ગુજરાતની તમામ જનતા અને સમાજનાં લોકો અન્યાયનો ભોગ બની રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ મહેસાણામાં કેતન પટેલ નામનાં પાટીદાર યુવકનું પોલીસ કસ્ટડીમાં થયેલું મૃત્યુ છે. જે બનાવ અંગે યોગ્ય તપાસ થાય ઉપરાંત ⁠⁠⁠⁠ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહાત્મા ગાંધીજી વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

 

- text