વાંકાનેર : પંચાયતની રાતીદેવરી સીટ પર 56.97% મતદાન

- text


પેટા ચૂંટણીમાં પણ બે ઉમેદવારો માટે જંગી મતદાન

વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરીની લાંબાસમયથી ખાલી રહેલી બેઠક માટે આજે બે ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું. આજ સવારથી જ ગરમી અને આકરા તાપ વચ્ચે પણ પંચાયતની પેટા ચૂંટણાં 56.97%નું મતદાન થયું હતું.
વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરીની બેઠક લાંબા સમયથી ખાલી પડેલી હતી. આ બેઠક પર ચૂંટણી અધિકારી પટેલ સાહેબ (મામલતદાર-વાંકાનેર)ની સીધી દેખરેખ હેઠળ રવિવારના દિવસે યોજાયેલ મતદાનમાં રાતીદેવરી ગામમાં 4 બુથ અને કોઠારીયા ગામમાં 2 બુથ પર સવારના સમયથી ધીમી ગતિએ મતદાન શરુ થયું હતું. જેમા અસહ્ય બફારા અને તાપ વચ્ચે પણ ઉભા રહેલા બંને ઉમેદવારો પોતપોતાના ટેકેદારો થકી મતદારોને બૂથ સુધી લાવવાના ભરપૂર પ્રયાસો કાર્ય બાદ સાંજના સમયે મતદાન પૂર્ણ થયે 56.97% મતદાન નોંધાયુ હતું. જેમાં આ બંને ઉમેદવારો માટે 1784 પુરુષ અને 1384 મહિલા મતદારોએ માટે આપ્યા હતા.
આજરોજ બંને ઉમેદવારો માટે થયેલા મતદાનની ગણતરી મંગળવારના રોજ સવારે મામલતદાર કચેરી-વાંકાનેરમાં થનાર છે.

- text

- text