મોરબી : શ્રી રવાપર તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

- text


મોરબી : શ્રી રવાપર તાલુકા શાળા ખાતે તા.૧૦ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમની શરૂઆત મનુષ્ય તું બડા મહાન હે ગીતથી કરી હતી. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ શ્રી મણિલાલ સરડવા દ્વારા પ્રસંગોપાત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની ઉર્વિશા રાઠોડ  દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા બાળમેળા, બાળકોનો લાઈફ સ્કિલ મેળાનું નિદર્શન અને  બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

મોરબી બાંધકામ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના પ્રમુખ શ્રી મણિલાલ સરડવા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી રવાપરના લલિતભાઈ કાસુન્દ્રા, વિજયભાઇ કોટડીયા, રવાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમાબેન અઘારા, મંત્રી શ્રી ઝાલરીયા સાહેબ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહીને ધોરણ ૧ના પ્રવેશપાત્ર બાળકોને  પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ તમામ બાળકોને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા સ્કુલ બેગ અને રવાપર તાલુકા શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ભરતભાઈ ગામોટ તરફથી  પાણીની વોટર બેગ ભેટ આપવામાં આવી હતી.

- text

- text