મોરબી : પાટીદાર યુવકના મૃત્યુ અને રાષ્ટ્રપિતા વિશે અમિત શાહે કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા.૧૨ જૂનના રોજ સવારે ૧૦ વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી, નવું સેવાસદન સામા કાંઠે ધરણા તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મહેસાણા જિલ્લાનાં પાટીદાર યુવકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાનાં વિરોધમાં તથા ભાજપ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખે મહાત્મા ગાંધીજી વિશે કરેલ અભદ્ર ઉચ્ચારણને વખોડવા અંગે ધરણા તથા આવેદનપત્ર કોંગેસ દ્વારાઆપવામાં આવશે. જેથી આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને કોંગ્રેસના પદાધિકાર, હોદેદારો, કાર્યકર્તા, શહેરીજનોને હાજરી આપવા અંગે પ્રમુખ કોંગ્રેસ બ્રિજેશભાઈ મેરજા, સોનલબેન જાકાસણીયા, ક્રિષ્નાબેન પટેલ- પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, પુષ્પરાજસિંહ જાડેજા–પ્રમુખ યુવક સેવાદળ, કિશોરભાઇ ભીમાણી-પ્રમુખ સેવા દળ, પારસભાઈ ધકાણ-પ્રમુખ.I.T સેલ, બળવંતભાઈ વોરા- પ્રમુખ S.Cસેલ, દેવેન્દ્ર્સિંહ જાડેજા- પ્રમુખ N.S.U.I, સવજીભાઇ-પ્રમુખ બક્ષી પંચસેલ, હુસેનભાઈ ભોરણીયા-પ્રમુખ લઘુમતી સેલ. તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારાજણાવવામાં આવ્યુ છે.