વાંકાનેરમાં બે અલગ અલગ સ્થળે ઝેરી દવા પીતા : એક નું મોત

- text


વાંકાનેરમાં ભરવાડ પર શેરીનં 5 માં રહેતા અમિતભાઇ પ્રભુભાઈ મિસ્ત્રી (ઉ.28) કાલે રાતે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન અમિતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
તેમજ વાંકાનેરમાં રહેતી પરણિતા ભાવનાબેન પ્રકાશભાઈ વોરા (ઉ.25) કાલે રાત્રે પોતાના ઘરે ઝેરી લિકવીડ પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર જાણ થતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા.

- text