હળવદ : સમળી,વાંકીયા અને કૃષ્ણનગરમાં શાળા પ્રવેશોત્સયવ કાર્યક્રમ યોજાયો

- text


પંચાયત રાજય મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા હસ્તે વિદ્યાર્થીઓનું નામાંકન

હળવદ : શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે. હળવદ તાલુકાના સમળી, વાંકીયા અને કૃષ્ણનગર ખાતે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા હસ્તે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પંચાયત રાજયમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાએ કહયું હતું કે, ગામનું કોઇપણ બાળક આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ મેળવવાના અધિકારથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી શિક્ષક,વાલીઓ અને ગ્રામજનો નિભાવે તે ખુબજ અનિવાર્ય છે. રાજય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધા ઉપલબ્ધય કરાવેલ છે. આ પ્રસંગે આંગણવાડીના નાના ભુલકાઓ અને ધોરણ-૧ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ રમકડાઓ અને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ધોરણ-૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, દાતાશ્રીઓનું સન્માન, શાળામાં ભણી ગયેલ વયોવૃધ્ધ વ્યકિતઓનું સન્માન,પોતાના ક્ષેત્રમાં યોગદાન આપેલ વ્યકિતઓનું સન્માન શ્રી જયંતિભાઇ કવાડીયાએ કર્યું હતું. તેમજ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા લેખન-ગણન અને વાંચનનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કુલ કમિટીના સભ્યો સાથે બેઠક કરી મંત્રીશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ પ્રસંગે એસ.ટી.નિગમના ચેરમેનશ્રી બીપીનભાઇ દવે, અગ્રણી સર્વશ્રી ધનશ્યામભાઇ ગોહેલ,રજનીભાઇ સંઘાણી,ગામના સરપંચશ્રીઓ,શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ સહિત ગ્રામજનો બહોળી સંખ્યારમાં ઉપસ્થિ,ત રહયા હતાં.

- text

- text