હળવદ : રાણેકપર પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


હળવદ : રાણેકપર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રી હેમુભાઈ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રવેશોત્સવના લાયઝન અધિકારી તરીકે કરશનભાઈ ડોડીયા, તાલુકા પ્રાથમિક સંઘનાં પ્રમુખ પ્રવીણભાઈ ધોળુ, શાળાના આચાર્ય દિનેશભાઈ જલારામભાઈ તથા મીતલબહેન અને સ્ટાફગણ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. આ ઉપરાંત શાળાનાં નવા રૂમનું ખાતમૂહર્ત પણ કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પર્યવરણ જાગૃતિ લાવવા માટે સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ રાણેકપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

- text