હળવદ : પસ્તી વહેંચી મળેલી રકમમાંથી જરૂરિયાત વાળા બાળકો માટે પુસ્તકો ખરીદ્યા

- text


શહેરભરમાંથી પસ્તી ભેગી કરીને પસ્તી વહેંચી મળેલી રકમમાંથી બાળકો માટે પુસ્તકો ખરીદ્યા : પસ્તીથી પાઠશાળાનું સૂત્ર સાર્થક કરતુ ફ્રેન્ડસ યુવા ગ્રુપ

હળવદ : ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા આજ રોજ ઉમિયાનગર પ્રાથમિક શાળાના ૭૦થી વધુ જરૂરિયાત વાળા બાળકોને શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કીટમાં નોટબુક, ચોપડા, કંપાસ તથા જરૂરિયાત મુજબની શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવી હતી. સાથે જ શાળાને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેમજ બાળકોને ભણતરનુ મહત્વ સમજાવવામાં આવ્યું.
ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા ‘પસ્તીથી પાઠશાળા’ના સૂત્રને સાથઁક કરવાનુ વિચારીને હળવદની સેવાભાવિ જનતા પાસેથી પસ્તી ભેગી કરીને એ પસ્તી દ્વારા મળેલી રકમ તેમજ રોકડ રકમ ભેગી કરી ભારતનુ ભવિષ્ય એવા બાળકોને સહાય કરવા २० દિવસમાં લોકો પાસેથી આથિઁક સહાય ભેગી કરવામા આવી હતી. આ તકે ફ્રેન્ડસ યુવા ગૃપના પ્રમુખ વિશાલભાઈ જયસ્વાલએ મોરબી અપડેટને વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ૬૦૦થી વધુ જરૂરીયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવશે. આમ, શક્ય હોય તેટલા વધુ બાળકોને મદદ કરવામાં આવશે. હળવદની સેવાભાવિ જનતાનો ગૃપના તમામ સભ્યએ આભાર માન્યો છે તેમજ આગામી સમયમા આવો જ સાથ મળશે એવી આશા વ્યક્ત કરવામા આવી છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં ફ્રેન્ડસ યુવા ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાલ તેમજ અન્ય સભ્ય મેહુલ પટેલ, રાજ ચાવડા, રાકેશ ચાવડા, દિવ્યાંગ શેઠ, અમન ભલગામા અને ગૌતમ શેઠએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

- text