હળવદ : પીઢ પત્રકાર અને સમાજસેવી મૂળવંતરાય (બચુભાઈ હોટલવાળા)નું નિધન

- text


ચરાડવાનાં પીઢ પત્રકાર, એજન્ટ, જૂના જનસંઘી અને દુખિયાનાં બેલી બચુભાઈ હોટલવાળાનું ૮૬ વર્ષે અવસાન થતા સમાજમાં શોકની લાગણી

મોરબી જિલ્લામાં સિદ્ધાંતવાદી અને બહુમુખી પ્રતિભાની ઓળખ ધરાવનાર મૂળવંતરાય કરુણાશંકર ઠાકર મૂળ ચોટીલાના અને ૪૦ વર્ષ સુધી ચરાડવા બસ સ્ટેશન ઉપર હોટલનો વ્યવસાય કરતાં બચુભાઈ હોટેલવાળા તરીકે નામના મેળવેલ છે. જેઓ રાજકોટની નામાંકિત રાજકુમાર કોલેજમાંથી ઓલ્ડ S.S.C પાસ કરીને પોલીસ ખાતામાં જોડાયા અને ૧૨ વર્ષ સુધી પી,એસ.આઈની ફરજ બજાવી સેવાનું કાર્ય કર્યું. પરંતુ તેમનાં સિધ્ધાંત, સંસ્કાર અને આદર્શોને કારણે તેઓએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપ્યું. બચુભાઈએ હળવદ મોરબી રોડ પર આવેલ ચરાડવા ગામના બસસ્ટેશન ઉપર અનેક લોકોના ભૂખ્યાનાં બેલી બની લોકોના પેઠ ઠારીને ૪૦ વર્ષ સુધી હોટેલનો વ્યવસાય કર્યો. ગામડાનાં લોકો બીમાર હોય અને તેમની આર્થિક પરિસ્થિત સારી ન હોય તો પણ બચુભાઈ તેઓને પૈસાની અને વાહનવ્યવહારની સુવિધા કરી આપી સેવામાં તત્પર રહેતા.
લોકો દેશ-વિદેશની ઘટનાથી પરિચિત થાય અને લોકોમાં જાગૃતા કેળવાય તે હેતુથી બચુભાઈએ ઇ.સ.૧૯૬૨માં અખબારની એજન્સીની શરૂઆત કરી. જે ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસ નોતી પહોચી શકતી ત્યાં બચુભાઈએ સાયકલ અને પોસ્ટમેનનાં સહારે અખબાર પહોચતા કરી લોકોના જ્ઞાન અને માહિતીમાં વધારો કરી સમાચાર જાગૃતિનો સંદેશો આપતાં હતા. ઉમરના કારણે તેમણે હોટલનો વ્યવ્સાય અને ન્યૂઝ એજન્સીમાંથી નિવૃતિ લીધી અને હળવદ ખાતે સ્થાયી થયા. પણ સ્વભાવે પત્રકાર, સમાજસેવી અને સમાજના હિતેચ્છુ આથી ગામડે ગામડે ફરતા અને લોકોની પાણીની અને વિજળીની સમસ્યા જાણી તેને વાચા આપતાં અને રાજકીયક્ષેત્રનું જ્ઞાન ધરાવતા આથી રાજકીય મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરીને લોકોને મદદરૂપ બનતાં હતાં. આમ દરેક ગામડાનાં લોકો બચુભાઈના આ ઉમદા વ્યક્તિત્વને કારણે ચાહતા હતા. નાના એજન્ટ પત્રકાર હોવા છતાં મોટાં પત્રકાર જેમકે સંદેશના ચિમનભાઈ પટેલ, ફૂલછાબના મનસુખભાઇ જોષી, દિનેશભાઇ રાજા, જનસતાના હરિભાઇ, જયહિન્દનાં ક્લ્યણીભાઈ, અશ્વિનભાઈ, અકિલાના છુકારીયાભાઈ, મોરબીના એજન્ટ મનુભાઈ વાઢારા અને કિશોરભાઈ જયસ્વાલ જેવા પત્રકારો સાથે બચુભાઈ ઘનિષ્ટ સબંધો ધરાવતા હતાં.

- text

મૂળવંતરાય કરુણાશંકર ઠાકર (બચુભાઈ હોટલવાળા) નું બેસણું તારીખ 11-06-2017ને રવિવારે સાંજે 4 થી 6 કલાકે બ્રહ્મસમાજની વળી હળવદ ખાતે રાખેલ છે.

- text