જીએસટીનાં ટેક્સ સ્લેબમાં ફેરબદલ સંભવ : સિરામિક ઉદ્યોગને રાહત મળશે ?

- text


જીએસટી સ્લેબ ટેક્સ અંગે વિવિધ વેપાર-ઉદ્યોગ સંગઠનોની માંગણી ઉપર સરકાર ફરી વિચાર કરશે : ૧લી જુલાઇથી અમલી બનશે જીએસટી

મોરબી : ભારત સરકારે આપેલી માહિતી મુજબ જીએસટી પરિષદની મળનારી બેઠકમાં ઉદ્યોગ પ્રતિનિધિઓની સમીક્ષા બાદ સ્લેબ ટેક્સનાં કેટલાક દરોમાં સરકાર ફરી વિચાર કરશે. નાણા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જીએસટી પરિષદની મળનારી બેઠકમાં સ્લેબ ટેક્સના નિયમોમાં ફેરફાર કરવા થયેલી રજૂઆતો ઉપર વિચારણા થશે.
મોરબી સિરામિક ઉદ્યોગ સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનોએ સ્લેબ ટેક્સ સમીક્ષાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે, જીએસટીના દરો હાલના કરોથી ઘણા ઉંચા છે. જેમાં મોરબી સિરામિક ઉદ્યોગએ જીએસટી સ્લેબ ટેક્સમાં સિરામિકને ૨૮ ટકામાંથી ૧૮ ટકાના સ્લેબમાં રાખવાની રજૂઆત હાઈકમાન્ડ સુધી કરી હતી. આ ઉપરાંત કાપડ અને જ્વેલર્સ ઉદ્યોગ જીએસટીના ઉંચા દરથી ભારે નારાજ છે.
નાણાપ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળનારી મીટીંગ અંતિમ અને નિર્ણાયક હશે. કેમ કે, હવે પછી ૧ જુલાઇથી જીએસટીનો અમલ થવા જઇ રહ્યો છે. હવે જોવું રહ્યું કે, સરકાર સિરામિક ઉદ્યોગને ૨૮ ટકા સ્લેબ ટેક્સમાંથી રાહત આપી ૧૮ ટકાના સ્લેબ ટેક્સમાં મુકશે કે કેમ?

- text

- text