મોટીબરાર અને વર્ષામેડી પ્રા. શાળામાં પ્રવેશોત્સવ અને બાલમેળો ઉજવાયો

- text


માળિયા મીં. : મોટીબરાર ગામની શ્રી રત્નમણિ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીના અને ધોરણ ૧ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓએ મનુષ્ય ગૌરવગાન, સ્વાગત ગીત અને સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા. તદુઉપરાંત શાળામાં બાલમેળો, લાઈફ સ્કીલ મેળો અને મેટ્રિક મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માળિયા તાલુકાના ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ., શ્રી જયશ્રીબેન દવે અને કાજરડા પ્રા.શાળાના આચાર્ય મોહનભાઇ કુવાડીયાના હસ્તે નવા પ્રજ્ઞાવર્ગનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષામેડી પ્રા. શાળામાં પ્રવેશોત્સવ અને બાલમેળો ઉજવાયો

- text

વર્ષામેડી ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૮ જુનનાં રોજ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીના અને ધોરણ ૧ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓએ મનુષ્ય ગૌરવગાન, સ્વાગત ગીત અને સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા. તદુઉપરાંત શાળામાં બાલમેળો, લાઈફ સ્કીલ મેળો અને મેટ્રિક મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી સી.એચ. સોલંકી સાહેબ (કાર્યપાલક ઈજનેર) અને હરદેવભાઈ કાનગડ સાહેબ કન્યા શાળાના હસ્તે ટ્રાન્સપોટેશન સુવિધાનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતનાં આગેવાનો, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text