મોરબી : શાળાના શુભારંભે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

- text


મોરબીની શાળાઓમાં સત્ર શરૂ થયાનાં પ્રથમ દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિધાલયનાં વિધાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા સત્રનાં પ્રથમ દિવસે તથા ગાયત્રી પ્રાગટય દિન નિમિત્તે ગાયત્રી હવન સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં સંચાલક બિપીન ભટ્ટે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓમાં પૌરાણિકતાનું જ્ઞાન કેળવાય તથા સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સત્યનારાયણ દાદા અને વેદમાબતા ગાયત્રીનું મહત્વ સમજાવી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામા આવી છે. આ કાર્યક્રમનાં અંતમાં મહાપ્રસાદનું પણ આયોજન હતું. જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષણગણ તથા વાલીઓએ હાજરી આપી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- text

- text