મોરબીના ચાર કોંગી કાઉન્સીલરો વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવાશે

- text


નગરપાલિકાની સામાન્ય સભામાં ચાર કોંગ્રેસી સભ્યોએ કર્યું ભાજપ તરફી મતદાન : પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ

મોરબી : ગઈ કાલે મળેલી મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પ્રદેશમાંથી અપાયેલા નિર્ણયની વિરુદ્ધ ભાજપના ઉમેદવારો તરફી મતદાન કરતા ચારેય વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવા પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ કરાયો હોવાનું કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરે જણાવ્યું હતું
નગર પાલિકની સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વેળાએ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર ઉભા રખાયા હોવા છતાં નાજીમાબેન મકરાણી, કુલસુમ રાઠોડ, ફારુખભાઈ મોટલાણી તથા અસ્મિતાબેન કોરિંગાએ પક્ષના આદેશ વિરુદ્ધ ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરતા આ મામલે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરે પ્રદેશ નેતાઓએ ધગધગતો રિપોર્ટ કર્યો છે. ઉલ્લેખનીય છેકે મતદાન વેળાએ અગાઉ કોંગ્રેસ છોડી ચાલ્યા ગયેલ જયશ્રીબેન હરજીભાઇ પરમારે આશ્ચર્યજનક રીતે ઘરવાપસી કરી કોંગ્રેસી ઉમેદવારની તણફેણમાં મતદાન કર્યું હતું

- text

- text